Skip to main content

એક જ સમયે એક કરતાં વધુ ઍપમાં ટાસ્ક કરવામાં મદદ મેળવો

ઍપની મદદથી, તમે હવે તમારા Gmailમાંથી સારાંશ મેળવી શકો છો, Google Keepમાં તમારા કરિયાણાના લિસ્ટમાં આઇટમ ઉમેરી શકો છો, Google Maps પર ઝટપટથી તમારા મિત્રની મુસાફરી માટે ટિપ તૈયાર કરી શકો છો, YouTube Music પર કસ્ટમ પ્લેલિસ્ટ પસંદ કરી શકો છો અને બીજા ઘણા કાર્યો કરી શકો છો.

તમારા ઇમેઇલમાં સાચી માહિતી શોધો

Geminiને અમુક સંપર્કોના ઇમેઇલનો સારાંશ કાઢવા અથવા તમારા ઇનબૉક્સમાં ચોક્કસ માહિતી શોધવા માટે કહો.

નવા મ્યુઝિકનો આનંદ લો

તમારા મનપસંદ ગીતો, કલાકારો અને પ્લેલિસ્ટ પ્લે કરો, શોધો અને જાણકારી મેળવો. Geminiને કોઈપણ પળ માટે સંપૂર્ણ પ્લેલિસ્ટ બનાવવા દો – જેમ કે 2020 પછીના લોકપ્રિય ગીતોનું પસંદગીનું પ્લેલિસ્ટ.

તમારા દિવસનું બહેતર રીતે આયોજન કરો

Geminiને તમારું કૅલેન્ડર સુવ્યવસ્થિત કરવા દો અને ઇવેન્ટનો ટ્રૅક રાખવામાં તમારી મદદ કરવા દો. કૉન્સર્ટ ફ્લાયરનો ફોટો લો અને Geminiને તે વિગતોના આધારે કૅલેન્ડર ઇવેન્ટ બનાવવા માટે કહો.

વિશ્વનીય પાઠ્યપુસ્તકોમાંથી જાણકારી મેળવો

રાઇસ યુનિવર્સિટીની શૈક્ષણિક બિનલાભકારી પહેલ OpenStaxની મદદથી Gemini શૈક્ષણિક પાઠ્યપુસ્તકોમાંથી માહિતી મેળવી શકે છે. Geminiને કોઈપણ કલ્પના અથવા વિષય વિશે પૂછો અને સંબંધિત પાઠ્યપુસ્તકના કન્ટેન્ટની લિંક સાથે સંક્ષિપ્તમાં સંપૂર્ણ સમજૂતી મેળવો.