Gemini Canvas
ઍપ, ગેમ, ઇન્ફોગ્રાફિક વગેરે તરીકે તમારા આઇડિયાને જીવંત બનાવો. અમારા સૌથી સક્ષમ મૉડલ, Gemini 2.5 Proની ક્ષમતા વડે, થોડી જ મિનિટમાં પ્રૉમ્પ્ટને પ્રોટોટાઇપમાં રૂપાંતરિત કરો.
Canvas શું છે
વિઝ્યુઅલાઇઝ કરો અને મનગમતું બનાવો
તમારા Deep Research રિપોર્ટને ઍપ, ગેમ, ક્રિયાપ્રતિક્રિયાત્મક ક્વિઝ, વેબપેજ અને ઇન્ફોગ્રાફિકમાં રૂપાંતરિત કરો, જેથી શીખવાની, શોધખોળ કરવાની અને જાણકારીઓ શેર કરવાની તમારી રીતમાં બદલાવ આવશે.
પ્રૉમ્પ્ટ આપો અને બનાવો
બસ તમારા આઇડિયાનું વર્ણન કરો અને Canvasને તેના માટે કોડ જનરેટ કરતા જુઓ, જે તમારા આઇડિયાને કોઈ કાર્યક્ષમ, શેર કરી શકાય તેવી ઍપ કે ગેમ તરીકે જીવંત બનાવે છે.
ડ્રાફ્ટ બનાવો અને તેને સુધારો
આકર્ષક ડ્રાફ્ટ જનરેટ કરીને, તેના ટોનને એકદમ યોગ્ય બનાવીને, મુખ્ય વિભાગોને ફાઇન-ટ્યૂનિંગ કરીને અને ઝટપટ, જાણકારીયુક્ત પ્રતિસાદ મેળવીને તમારા લખાણને બહેતર બનાવો.
સ્ટડી ગાઇડ તેમજ સૉર્સ અપલોડ કરો અને શીખવાની સુવિધાને વધુ રસપ્રદ બનાવવા માટે Gemini કોઈ કસ્ટમ ક્વિઝ બનાવશે. તમારી સમજણનું મૂલ્યાંકન કરવા માટે તેનો ઉપયોગ કરો અથવા કોઈ મજેદાર ચૅલેન્જ માટે મિત્રો અને કુટુંબીજનો સાથે લિંક શેર કરો.
ઍનિમેશન મારફતે ઍલ્ગોરિધમને જીવંત થતા જોઈને, જટિલ આઇડિયાના કોડ કેવી રીતે કાર્ય કરે છે તે બતાવનારા સ્પષ્ટ મુદ્દાઓમાં ફેરવીને ઍબ્સ્ટ્રેક્ટ કલ્પનાઓની તમારી સમજણને વધુ ગાઢ બનાવો.
Gemini વડે તમારા દસ્તાવેજો, રિસર્ચ કે ભાષણો ને બહેતર બનાવો. ઝડપી એડિટિંગ ટૂલ તમને મુખ્ય વિભાગો મોટા કરવામાં, ટોન ગોઠવવામાં અને તમારા ડ્રાફ્ટ પર જાણકારીયુક્ત પ્રતિસાદ મેળવવામાં મદદ કરે છે.
સમય બચાવવા અને અસરને ડિલિવર કરવા માટે, સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરવા, સુઝાવો અને ઉચ્ચ ક્વૉલિટીવાળા ડિલિવરેબલમાં ઝડપથી સુધારો કરવામાં મદદ મેળવીને, Gemini વડે વિશ્લેષણ કરવાથી લઈને વ્યૂહરચના બનાવવા તરફ ઝડપથી આગળ વધો.
દરેકને માહિતગાર રાખવા અને વર્કફ્લોને સ્ટ્રીમલાઇન કરવા માટે, ટીમ ટ્રૅકરથી લઈને ગ્રાહક મેનેજમેન્ટ સિસ્ટમ અને વેચાણ પાઇપલાઇન સુધી કસ્ટમ-બિલ્ટ ડૅશબોર્ડ વડે તમારી ટીમને સશક્ત બનાવો.
કિંમતના ક્રિયાપ્રતિક્રિયાત્મક સ્લાઇડર વડે રિઅલ-ટાઇમમાં ઝડપથી અનુમાનો લગાવો અને તેને કસ્ટમાઇઝ કરો. વાતચીતોને પ્રોત્સાહન આપે અને રૂપાંતરણને વધારે એવા ઝટપટ, મનગમતા બનાવેલા પ્રસ્તાવો ડિલિવર કરવા માટે તમારી ટીમને સશક્ત બનાવો.
તમારી પોતાની કાલ્પનિક 3D દુનિયા જનરેટ કરો. વિશિષ્ટ વિગતો વડે વિવિધ ગ્રહોને ઝટપટ રીતે રેન્ડર કરવા માટે, બસ સ્પેસબાર દબાવો.
કોઈ મજેદાર ચૅલેન્જ માટે તમારા ઑડિયોની મેમરીનું પરીક્ષણ કરો. કાર્ડ પર ક્લિક કરો, સાઉન્ડ સાંભળો અને મેળ ખાતા જોડાણ શોધો.
સાઉન્ડ વડે પ્રયોગ કરવા માટે કોઈ ડિજિટલ સિન્થેસાઇઝર પર મ્યુઝિક કંપોઝ કરો અને તમારી પોતાની ધૂનો બનાવો.
આ Breadth-First Search ઍલ્ગોરિધમની જેમ, ઍલ્ગોરિધમને ઍક્શનમાં વિઝ્યુઅલાઇઝ કરો. શરૂઆતથી લઈને સમાપ્તિ પૉઇન્ટ સુધીના ઍલ્ગોરિધમના પાથને ફૉલો કરવા માટે આ ગ્રિડનો ઉપયોગ કરો અને અવરોધો હોવા છતાં સૌથી ટૂંકો પાથ શોધતા મુલાકાત લીધેલા દરેક સેલને પ્રકાશિત થતા જુઓ.
સામાન્ય સવાલો
શરૂઆત કરવી સરળ છે. પ્રૉમ્પ્ટ બારની નીચે, "Canvas" પસંદ કરો અને કોઈ દસ્તાવેજ કે કોડિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે તમારો પ્રૉમ્પ્ટ દાખલ કરો.
Geminiના બધા વપરાશકર્તાઓ માટે Canvas ઉપલબ્ધ છે. Google AI Pro અને Google AI Ultraના સબ્સ્ક્રાઇબર અમારા સૌથી સક્ષમ મૉડલ, Gemini 2.5 Pro અને વધુ જટિલ પ્રોજેક્ટ માટે નોંધપાત્ર રીતે 10 લાખ ટોકનવાળી મોટી સંદર્ભ વિન્ડો સાથે Canvasનો ઍક્સેસ ધરાવે છે.
પ્રૉમ્પ્ટ બારની નીચે Deep Research પસંદ કરો. Deep Researchનો તમારો રિપોર્ટ નવા Canvasમાં જનરેટ થશે. એકવાર રિસર્ચ પૂર્ણ થઈ જાય, તે પછી Canvasની સૌથી ઉપર જમણી બાજુએ તમને "બનાવો" બટન જોવા મળશે. "બનાવો" પર ક્લિક કરો અને ડ્રૉપ-ડાઉન મેનૂ વેબપેજ, ઇન્ફોગ્રાફિક, ક્વિઝ કે ઑડિયો ઓવરવ્યૂ બનાવવા માટેના વિકલ્પો ઑફર કરશે. બસ આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો અને Canvasને તેનો જાદુ બતાવતા જુઓ.
હા, તમે હજી પણ તમારી મોબાઇલ ઍપમાં Canvasના તમારા પ્રોજેક્ટ ઍક્સેસ કરી શકશો. પ્લીઝ નોંધો કે તમે ડેસ્કટૉપ પર Gemini વેબ ઍપમાં માત્ર ટેક્સ્ટની શૈલી અને ફૉર્મેટમાં જ ફેરફાર કરી શકશો. મોબાઇલ ડિવાઇસ પર આ કાર્યક્ષમતા ઉપલબ્ધ નથી.
Gemini ઍપ ઉપલબ્ધ હોય તે બધી ભાષાઓમાં અને દેશોમાં Geminiના વપરાશકર્તાઓ માટે Canvas ઉપલબ્ધ છે.