મોટી ફાઇલો અને કોડ રિપૉઝિટરીમાં ઊંડે ઉતરો
Proમાં Gemini વ્યાપક રીતે ઉપલબ્ધ અન્ય કોઈપણ ચૅટબૉટ કરતાં વધુ માહિતીનું વિશ્લેષણ કરી શકે છે. તેમાં 10 લાખ ટોકનની સંદર્ભ વિન્ડો છે, આનો અર્થ એ છે કે તે ટેક્સ્ટના વધુમાં વધુ 1,500 પેજ પર અથવા કોડની 30K લાઇન પર એકસાથે પ્રક્રિયા કરી શકે છે.
જટિલ વિષયોને સમજો અને વધુ સ્માર્ટ રીતે અભ્યાસ કરો
એક જ સમયે કોઈ વિષય પર ગાઢ રિસર્ચ પેપર અને પાઠ્યપુસ્તકોનું વિશ્લેષણ કરો અને તમારા ચોક્કસ અભ્યાસક્રમ અને શીખવાની શૈલીને અનુરૂપ મદદ મેળવો. તમે પરીક્ષાઓ અને અભ્યાસની નોંધ પણ બનાવી શકો છો.
અનેક ફાઇલો વિશેની જાણકારીઓ મેળવો
ગ્રાહકોના હજારો રિવ્યૂ, સોશિયલ મીડિયા પરની પોસ્ટ અને સપોર્ટ ટિકિટનું એકસાથે વિશ્લેષણ કરીને વલણો, ગ્રાહકોને વારંવાર આવતી સમસ્યાઓ અને વધતી જરૂરિયાતોને ઓળખવા માટે ગ્રાહકના પ્રતિસાદને ઊંડાણપૂર્વક સમજો. પછી તમે કરેલી શોધોના આધારે પ્રસ્તુત કરવા યોગ્ય ચાર્ટ બનાવો.
કોડને બહેતર રીતે સમજો અને તેને અમલમાં લાવો
કોડની વધુમાં વધુ 30 હજાર લાઇન અપલોડ કરો અને પછી Proમાં Geminiને ફેરફારો સૂચવવા દો, ભૂલો ડિબગ કરવા દો, મોટા પાયાના પર્ફોર્મન્સના ફેરફારોને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરવા દો તેમજ કોડના વિવિધ ભાગો કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે સમજાવવા દો.