Gemini તરફથી મનગમતી બનાવેલી મદદ
AI તરફથી તમારા માટે જરૂરી એવી મદદ મેળવો.
તમારા માટેની અનન્ય મદદ
Gemini વડે, અમે વ્યક્તિગત AI આસિસ્ટંટ બનાવી રહ્યાં છીએ. એવું કે જે માત્ર સામાન્ય સવાલોના જવાબ આપે એટલું જ નહીં, પણ સમજ પણ ધરાવે તમારા વિશે — તમારી વિશિષ્ટ રુચિઓ, ઉત્કટ પસંદગીઓ અને જિજ્ઞાસાઓ વિશે મદદ કરવા માટે અનુકૂળ બનાવેલી. તેની રીત આ પ્રમાણે છે:
તમે તમારા Searchના ઇતિહાસના આધારે તમે મેળવી શકો તે વધુ મદદ જુઓ
તમારી આગલી સફળતાની શરૂઆત કરો
તમારા અનન્ય લક્ષ્યો અને ઉત્કટ પસંદગીઓ સાથે મેળ ખાય તેવા કસ્ટમ ધોરણે બનાવેલા વિચારો મેળવો જેનાથી તમે તમારા આગલા પ્રોજેક્ટની ઝડપથી શરૂઆત કરી શકો છો.
મનગમતી બનાવેલી પસંદગીઓ શોધો
તમારી અનન્ય પસંદગીઓને અનુકૂળ બનાવેલા વિશિષ્ટ સુઝાવો જુઓ, જેથી તમારા સમયની બચત થાય અને તમને સાચે જ ગમે તેવી બાબતો તમારી સમક્ષ પ્રસ્તુત કરી શકાય.
તમારી જિજ્ઞાસાને નવા સ્વરૂપે જુઓ
તમારા ડિજિટલ પ્રવાસના આધારે અનન્ય, મનગમતા બનાવેલા દૃષ્ટિકોણ વિશે જાણકારી મેળવો.
તમારી પ્રાઇવસી, તમારો કન્ટ્રોલ
અમે પારદર્શિતા માટે અને તમને કન્ટ્રોલ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
શું શેર કરવું તે તમે પસંદ કરો
Geminiની મનગમતું બનાવવાની સુવિધાઓ વૈકલ્પિક છે. તમારા Searchના ઇતિહાસ સાથે કનેક્ટ કરવું કે નહીં, વ્યક્તિગત પસંદગીઓ શેર કરવી કે નહીં અથવા ચૅટ ઇતિહાસ ચાલુ કરવો કે નહીં તે તમે નક્કી કરો.
તમારા ડેટાને સરળતાથી મેનેજ કરો
તમારી સાચવેલી માહિતી અને અગાઉની ચૅટ જોવા અને મેનેજ કરવા માટે તમારી Gemini સેટિંગ ઍક્સેસ કરો. તમે તમારો Searchનો ઇતિહાસ વેબ અને ઍપ ઍક્ટિવિટી મારફત પણ જોઈ શકો છો અને મેનેજ કરી શકો છો.
તમે વિશ્વાસ મૂકી શકો તેવી પારદર્શિતા
Gemini જવાબોને મનગમતા કઈ રીતે બનાવે છે તેની સંપૂર્ણ આઉટલાઇન અમારું અદ્યતન વિચારશીલ મૉડલ પૂરી પાડે છે અને તમને બતાવી શકે છે કે કયા ડેટા સૉર્સ — તમારી સાચવેલી માહિતી, અગાઉની ચૅટ અથવા Searchનો ઇતિહાસ — ઉપયોગમાં લેવાયા હતા.
મનગમતી બનાવેલી મદદ, વધુ સરળ બનાવી
યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય માહિતી મેળવો. AI વડે મનગમતું બનાવવાની સુવિધા ધરાવતું Gemini એક સમયે એક મદદરૂપ સૂચન આપીને તમારા જીવનને વધુ સરળ બનાવે છે.
સામાન્ય પ્રશ્નો
અમારા પ્રાયોગિક Gemini 2.0 Flash Thinking મૉડલ થકી, મનગમતું બનાવવું એ પ્રાયોગિક ક્ષમતા છે જે Geminiને તમારા Searchના ઇતિહાસનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે જેથી સુસંગત અને મનગમતા બનાવેલા જવાબો આપી શકાય.
તે તમારા પ્રૉમ્પ્ટનું વિશ્લેષણ કરીને અને જવાબની રચના કરવામાં તમારો અગાઉનો Searchનો ઇતિહાસ મદદરૂપ થઈ શકે કે કેમ તે નક્કી કરીને કાર્ય કરે છે - જેથી સુનિશ્ચિત થાય છે કે તમને મળતી માહિતી તમારી રુચિ અને જરૂરિયાતો અનુસાર અનુકૂળ બનાવેલી
આ ક્ષમતા પ્રાયોગિક ધોરણે Gemini 2.0 Flash Thinkingમાં ઉપલબ્ધ છે.
Geminiને મનગમતું બનાવવાની સુવિધા એક પ્રાયોગિક સુવિધા તરીકે લૉન્ચ થઈ રહી છે, જે આજે વેબ પર Gemini અને Gemini Advancedના સબ્સ્ક્રાઇબર માટે ઉપલબ્ધ છે અને ધીમે ધીમે મોબાઇલ પર સાર્વજનિક રીતે રિલીઝ થઈ રહી છે. આ પ્રયોગ હજુ 18થી ઓછા વર્ષની વ્યક્તિઓ, Google Workspace અથવા Educationના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી. ભવિષ્યની વપરાશ મર્યાદાઓ લાગુ થઈ શકે છે.
તે 45થી વધુ ભાષાઓમાં અને યુરોપિયન ઇકોનોમિક એરિયા, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુનાઇટેડ કિંગડમ સિવાયના વિશ્વના મોટા ભાગના દેશોમાં ઉપલબ્ધ છે.