Veo 3 વડે કંઈક નવું કરો
અમારા લેટેસ્ટ AI વીડિયો જનરેટર, Veo 3 વડે 8 સેકન્ડના ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો બનાવો. Google AI Pro પ્લાન સાથે તેને અજમાવી જુઓ અથવા Ultra પ્લાન સાથે મહત્તમ ઍક્સેસ મેળવો. તમારા મનમાં શું છે, બસ તેનું વર્ણન કરો અને મૂળ ઑડિયો જનરેટ કરવાની સુવિધા વડે તમારા આઇડિયાને જીવંત થતા જુઓ.
Veo 3 માટે કઈ કહેવાની જરૂર નથી
કલ્પના કરો. તેનું વર્ણન કરો. બસ, થઈ ગયું.
શોધખોળ કરવા માટે
વિવિધ શૈલીઓ વાપરી જુઓ, ઍનિમેટેડ પાત્રોને જીવંત બનાવો અને તમે કદી વિચાર્યું ન હોય એવી રીતે અલગ-અલગ ઑબ્જેક્ટને વીડિયોમાં જોડો. જુઓ, તમે કેવા પ્રકારના વીડિયો બનાવી શકો છો.
શેરિંગ માટે
મજેદાર મીમ બનાવો, મિત્રો, પરિવારોમાં ઘટતી રમુજી ઘટનાઓને વીડિયોમાં રૂપાંતરિત કરો, ખાસ પળોને અલગ અંદાજમાં રજૂ કરો અને કોઈના એક સ્મિત માટે તેમના વીડિયોને વ્યક્તિગત ઓપ આપો.
સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરવા માટે
ક્રિએટિવ બ્લૉકને તોડો અને તમારા આઇડિયાને વિઝ્યુઅલાઇઝ કરી જુઓ. પ્રોડક્ટની કલ્પનાઓ અને તેને ડિઝાઇન કરવાથી લઈને ઝડપથી તેને પ્રોટોટાઇપ કરીને તેની વાર્તા કહેવાની કલા સુધીની બધી બાબતોમાં Gemini તમારી મદદ કરી શકે છે.
અમારા Veo મૉડલ વિશે વધુ જાણો
Veo 3 Fast દ્વારા સંચાલિત, Gemini કસ્ટમ ઑડિયો સાથે સાદી ટેક્સ્ટ અને ફોટાને ડાયનૅમિક વીડિયોમાં ફેરવી શકે છે.
અમારા અત્યાધુનિક વીડિયો જનરેશન મૉડલનો ઉપયોગ કરીને 8 સેકન્ડના ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો સાઉન્ડ સાથે બનાવો.
સામાન્ય સવાલો
હા, તમે તમારા મોબાઇલની Gemini ઍપમાં વીડિયો બનાવી અને શેર કરી શકો છો. વીડિયો બનાવવા માટે, તમારા પ્રૉમ્પ્ટ બારમાં "વીડિયો" બટનને ટૅપ કરો. જો તમને તે જોવા ન મળે, તો વધુ વિકલ્પો જોવા માટે ત્રણ ડૉટવાળા બટનને ટૅપ કરો.
Google AI Pro પ્લાન સાથે Veo 3 Fast અજમાવી જુઓ અથવા 70+ દેશમાં ઉપલબ્ધ Google AI Ultra સાથે મહત્તમ ઍક્સેસ મેળવો.
Veo 2 એવા દેશોમાં ઉપલબ્ધ છે, જ્યાં Veo 3 મૉડલ ઉપલબ્ધ નથી.
અમે AI વડે વીડિયો જનરેટ કરવાની આ સુવિધાને સલામત અનુભવ બનાવવા માટે સલામતી સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે. આમાં વ્યાપક પ્રમાણમાં રેડ ટીમિંગ અને મૂલ્યાંકનની પ્રક્રિયાઓ શામેલ છે, જેનો હેતુ એવું કન્ટેન્ટ બનતા અટકાવવાનો છે કે જે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતું હોય. ઉપરાંત, Gemini ઍપમાં Veo વડે જનરેટ કરવામાં આવેલા બધા વીડિયોને જોઈ શકાતા વૉટરમાર્ક અને SynthID વડે માર્ક કરવામાં આવે છે, જે દરેક ફ્રેમમાં શામેલ કરવામાં આવેલો ડિજિટલ વૉટરમાર્ક છે, જે સૂચવે છે કે વીડિયો AI વડે જનરેટ કરવામાં આવ્યો છે.
Geminiના આઉટપુટ મુખ્યત્વે વપરાશકર્તા દ્વારા આપવામાં આવતા પ્રૉમ્પ્ટ દ્વારા નિર્ધારિત થાય છે અને અન્ય જનરેટિવ AI ટૂલની જેમ, કેટલીક વાર તે એવું કન્ટેન્ટ જનરેટ કરી શકે છે જે અમુક લોકોને વાંધાજનક લાગી શકે છે. અમે થમ્બ્સ અપ/ડાઉન બટન મારફતે તમારો પ્રતિસાદ સાંભળવાનું ચાલુ રાખીશું અને તેના આધારે સતત સુધારા કરતા રહીશું. વધુ વિગતો માટે, તમે અમારી વેબસાઇટ પર અમારા અભિગમ વિશે વાંચી શકો છો.
પરિણામોનો હેતુ ઉદાહરણ આપવાનો છે અને તે બદલાઈ શકે છે. અમુક સુવિધાઓ માટે ઇન્ટરનેટ અને સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે. 18 વર્ષથી વધુ ઉંમરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ. જવાબદારીપૂર્વક કન્ટેન્ટ બનાવો.