Nano Banana
Geminiમાં ફોટા એડિટ કરવાની સુવિધામાં મહત્ત્વપૂર્ણ અપગ્રેડ થયું છે
Imagine yourself in any world you can dream up. Our latest AI image generation update, Nano Banana, lets you turn a single photo into countless new creations. You can even upload multiple images to blend scenes or combine ideas. And with an improved understanding of your instructions, it's easier than ever to bring your ideas to life.
Gemini વડે ફોટા એડિટ કરવા મજેદાર છે
તમારા ફોટા જોડો
તમે એલિમેન્ટ જોડવા અને તેમને એક જ દૃશ્યમાં ભેગા કરવા માટે એકથી વધુ ફોટા અપલોડ કરી શકો છો.
તમે ગમે ત્યાં હોવાની કલ્પના કરો
તમારી જાતને વિવિધ સ્થાનો, પોશાક, હેરસ્ટાઇલ અથવા તો દાયકાઓ સુધી લઈ જાઓ.
તમારા ફોટા રિમિક્સ કરો
એક વસ્તુની શૈલી, રંગ કે ટેક્સ્ચરને ટ્રાન્સફર કરો અને બીજી વસ્તુ પર લાગુ કરો.
ચોક્કસ ફેરફાર કરો
તમારા ફોટામાં ફક્ત શબ્દો વડે કોઈ ચોક્કસ એલિમેન્ટ સરળતાથી ફેરફાર કરો. ફોટો રિસ્ટોર કરો, બૅકગ્રાઉન્ડ, વિષય અને બીજું ઘણું બદલો.
ટાઇપોગ્રાફિકની દૃષ્ટિએ…
Geminiમાં ફોટા એડિટ કરવાની સુવિધા સચોટતાના નવા લેવલ સાથે ટેક્સ્ટને રેન્ડર કરે છે.
ખરેખર, કોઈપણ નવું પરિમાણ,
દાખલ કરો.
સેકન્ડમાં ફોટા બનાવો
અમારા ઉચ્ચ ક્વૉલિટીના ટેક્સ્ટ-થી-ફોટોના મૉડલ વડે અદ્ભુત ફોટા બનાવો. તમારા આઇડિયાને સરળતાથી આબેહૂબ વિગતો અને વાસ્તવિકતા સાથે વિઝ્યુઅલમાં રૂપાંતરિત કરીને બહાર લાવો.
તમારા ફોટા મૅક્રોમાં મેળવો
કોઈપણ શૈલીમાં કલ્પના કરો
અતિવાસ્તવિક શોધખોળ કરો
સામાન્ય સવાલો
સરળ ફોર્મ્યુલા સાથે શરૂ કરો. <વિષય> <ઍક્શન> <દૃશ્ય><નો ફોટો બનાવો/જનરેટ કરવાનો> પ્રયત્ન કરો અને પછી ત્યાંથી બનાવો ઉદાહરણ તરીકે: "બારીની પટ્ટી પર તડકામાં સૂતી બિલાડીનો ફોટો બનાવો."
તમે સપનામાં જોઈ હોય તેટલી વિગત સાથે ચોક્કસ બનો. પ્રૉમ્પ્ટમાં તમે વિચારી શકો તેટલી વિશિષ્ટતાઓ શામેલ હોવી જોઈએ, તેથી "લાલ ડ્રેસમાં સ્ત્રીનો ફોટો બનાવો," કહેવાને બદલે "પાર્કમાંથી લાલ ડ્રેસમાં દોડતી એક યુવતીનો ફોટો બનાવવાનો પ્રયત્ન કરો." તમે જેટલી વધુ વિગતો આપશો, તેટલી જ સારી રીતે Gemini તમારી સૂચનાઓનું પાલન કરશે.
કમ્પોઝિશન, શૈલી અને ફોટોની ક્વૉલિટીને ધ્યાનમાં લો. તમે તમારા ફોટોના એલિમેન્ટને કેવી રીતે ગોઠવવા માગો છો (કમ્પોઝિશન), તમે જે વિઝ્યુઅલ શૈલી પ્રાપ્ત કરવા માગો છો (શૈલી), ફોટોની ક્વૉલિટીનું ઇચ્છિત લેવલ (ફોટોની ક્વૉલિટી), અને સાપેક્ષ ગુણોત્તર (કદ) વિશે વિચારો. "2:3 સાપેક્ષ ગુણોત્તર સાથે ઓઇલ પેઇન્ટિંગની શૈલીમાં અવકાશમાં ઉડતા બ્લર દેખાતાં કાંટાળા શાહુડીનો ફોટો બનાવો" જેવું કંઈક અજમાવી જુઓ.
ક્રિએટિવિટી સાથે મિત્રતા કરો. Gemini સ્વપ્નશીલ ઑબ્જેક્ટ અને વિશિષ્ટ દૃશ્યો બનાવવામાં શ્રેષ્ઠ છે. તમારી કલ્પનાને મુક્ત રીતે આગળ વધવા દો.
જો તમને જે દેખાય છે તે ગમતું નથી, તો Geminiને તેને બદલવા માટે કહો. અમારા ફોટો એડિટિંગ મૉડલ વડે તમે Geminiને બૅકગ્રાઉન્ડ બદલવા, ઑબ્જેક્ટ બદલવા અથવા એલિમેન્ટ ઉમેરવાનું કહીને તમારા ફોટા પર કન્ટ્રોલ મેળવી શકો છો - આ બધું તમને ગમતી વિગતોને સાચવીને.
Gemini ઍપ ઉપલબ્ધ હોય તે બધી ભાષાઓમાં અને દેશોમાં AI વડે ફોટો જનરેશન ઉપલબ્ધ છે.
અમારા AI સંબંધિત સિદ્ધાંતો સાથે સુસંગત, આ AI ફોટો જનરેટર જવાબદારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું. અને Gemini અને ઑરિજિનલ માનવ આર્ટવર્ક વડે બનાવેલા વિઝ્યુઅલ વચ્ચે સ્પષ્ટ તફાવત છે તેની ખાતરી કરવા માટે, Gemini અદ્રશ્ય SynthID વૉટરમાર્ક, તેમજ તે AI વડે જનરેટ કરેલા છે તે બતાવવા માટે દૃશ્યમાન વૉટરમાર્કનો ઉપયોગ કરે છે.
Geminiના આઉટપુટ મુખ્યત્વે વપરાશકર્તા દ્વારા આપવામાં આવતા પ્રૉમ્પ્ટ દ્વારા નિર્ધારિત થાય છે અને અન્ય જનરેટિવ AI ટૂલની જેમ, કેટલીક વાર તે એવું કન્ટેન્ટ જનરેટ કરી શકે છે જે અમુક લોકોને વાંધાજનક લાગી શકે છે. અમે થમ્બ્સ અપ/ડાઉન બટન મારફતે તમારો પ્રતિસાદ સાંભળવાનું ચાલુ રાખીશું અને તેના આધારે સતત સુધારા કરતા રહીશું. વધુ વિગતો માટે, તમે અમારી વેબસાઇટ પર અમારા અભિગમ વિશે વાંચી શકો છો.