Nano Banana
તમારા સપનાને ડૂડલ બનાવીને વાસ્તવિક બનાવો.
હવે Nano Bananaમાં તમે તમારા ફેરફારોને ડૂડલ કરી શકો છો. આ નિયંત્રણનું એક નવું જ લેવલ છે. તમારા ફોટોમાં ક્લિક કરો, દોરો અને જો તમે ચોક્કસ બનવા માટે ટેક્સ્ટ ઉમેરવા માગતા હો, તો ઉમેરો. બાકીનું બધું Gemini કરશે.
Dial in every detail
with Nano Banana Pro.
તમારા ફોટાની વાઇબને સંપૂર્ણપણે બદલો. સની દિવસથી મૂડી નાઇટ પર શિફ્ટ કરો, સંપૂર્ણ દૃશ્ય શોધવા માટે કૅમેરાના ખૂણાઓ સાથે રમો અને તમારા વિષયને હાઇલાઇટ કરવા માટે ફોકસને ગોઠવો.
શૈલી સેકન્ડમાં લાગુ કરવામાં આવી.
તમારા ફોટોના દેખાવની ફરીથી કલ્પના કરો. કોઈપણ સંદર્ભ ફોટોમાંથી ટેક્સ્ચર, રંગ અથવા શૈલી લો અને તેને તમારા વિષય પર લાગુ કરો. શરૂઆતથી શરૂ કર્યા વિના વિવિધ સૌંદર્યશાસ્ત્રો સાથે પ્રયોગ કરવાનો આ સૌથી સરળ રસ્તો છે.
એક વિઝ્યુઅલ, ઘણા કદ.
તમારી રચનાઓને તમે જ્યાં પણ શેર કરો ત્યાં વ્યાવસાયિક દેખાવ આપો. તમને જોઈતા કોઈપણ ફૉર્મેટમાં ફિટ કરવા માટે તરત જ તેનું કદ બદલો – તમને ગમતી વિગતોને કાપ્યા વિના.
તમારા શબ્દો, બરાબર જગ્યાએ મૂકવામાં આવ્યા છે.
સ્પષ્ટ ટેક્સ્ટ વડે લોગો, આમંત્રણો, પોસ્ટર, કૉમિક અને તમને જે કંઈપણ જોઈએ તે બનાવો. તમારી રચનામાં શબ્દો ઘણી ભાષાઓમાં બરાબર બંધ બેસે છે.
તમારી જરૂરિયાતો મુજબ યોગ્ય મૉડલ પસંદ કરો
ઝડપી, કૅઝુઅલ ક્રિએટિવિટી માટે શ્રેષ્ઠ પસંદગી.
અદ્યતન આઉટપુટ અને ચોક્કસ કન્ટ્રોલ માટે શ્રેષ્ઠ પસંદગી.
સામાન્ય સવાલો
Gemini ઍપ ઉપલબ્ધ હોય તે બધી ભાષાઓમાં અને દેશોમાં AI વડે ફોટો જનરેશન ઉપલબ્ધ છે.
Nano Banana ઍક્સેસ કરવા માટે, ટૂલ મેનૂમાંથી ”🍌ફોટા બનાવો” અને મૉડલ મેનૂમાંથી “ઝડપી” પસંદ કરો. પછી કોઈ પ્રૉમ્પ્ટ ઉમેરો અથવા ફેરફાર કરવા માટે કોઈ ફોટો અપલોડ કરો.
Nano Banana Pro ઍક્સેસ કરવા માટે, ટૂલ મેનૂમાંથી ”🍌ફોટા બનાવો” અને મૉડલ મેનૂમાંથી “વિચારશીલ” પસંદ કરો. પછી કોઈ પ્રૉમ્પ્ટ ઉમેરો અથવા ફેરફાર કરવા માટે કોઈ ફોટો અપલોડ કરો.
નોંધ: એકવાર તમે Nano Banana Proનો ઉપયોગ કરીને તમારી મર્યાદા પૂરી કરી લો, પછી તમે તે મર્યાદા પૂરી ન કરો ત્યાં સુધી તમે ઑટોમૅટિક રીતે Nano Banana ફોટોના મૉડલનો ઉપયોગ કરવા પર શિફ્ટ થઈ જશો.
સરળ ફોર્મ્યુલા સાથે શરૂ કરો. <વિષય> <ઍક્શન> <દૃશ્ય><નો ફોટો બનાવો/જનરેટ કરવાનો> પ્રયત્ન કરો અને પછી ત્યાંથી બનાવો ઉદાહરણ તરીકે: "બારીની પટ્ટી પર તડકામાં સૂતી બિલાડીનો ફોટો બનાવો."
તમે સપનામાં જોઈ હોય તેટલી વિગત સાથે ચોક્કસ બનો. પ્રૉમ્પ્ટમાં તમે વિચારી શકો તેટલી વિશિષ્ટતાઓ શામેલ હોવી જોઈએ, તેથી "લાલ ડ્રેસમાં સ્ત્રીનો ફોટો બનાવો," કહેવાને બદલે "પાર્કમાંથી લાલ ડ્રેસમાં દોડતી એક યુવતીનો ફોટો બનાવવાનો પ્રયત્ન કરો." તમે જેટલી વધુ વિગતો આપશો, તેટલી જ સારી રીતે Gemini તમારી સૂચનાઓનું પાલન કરશે.
કમ્પોઝિશન, શૈલી અને ફોટોની ક્વૉલિટીને ધ્યાનમાં લો. તમે તમારા ફોટોના એલિમેન્ટને કેવી રીતે ગોઠવવા માગો છો (કમ્પોઝિશન), તમે જે વિઝ્યુઅલ શૈલી પ્રાપ્ત કરવા માગો છો (શૈલી), ફોટોની ક્વૉલિટીનું ઇચ્છિત લેવલ (ફોટોની ક્વૉલિટી), અને સાપેક્ષ ગુણોત્તર (કદ) વિશે વિચારો. "2:3 સાપેક્ષ ગુણોત્તર સાથે ઓઇલ પેઇન્ટિંગની શૈલીમાં અવકાશમાં ઉડતા બ્લર દેખાતાં કાંટાળા શાહુડીનો ફોટો બનાવો" જેવું કંઈક અજમાવી જુઓ.
ક્રિએટિવિટી સાથે મિત્રતા કરો. Gemini સ્વપ્નશીલ ઑબ્જેક્ટ અને વિશિષ્ટ દૃશ્યો બનાવવામાં શ્રેષ્ઠ છે. તમારી કલ્પનાને મુક્ત રીતે આગળ વધવા દો.
જો તમને જે દેખાય છે તે ગમતું નથી, તો Geminiને તેને બદલવા માટે કહો. અમારા ફોટો એડિટિંગ મૉડલ વડે તમે Geminiને બૅકગ્રાઉન્ડ બદલવા, ઑબ્જેક્ટ બદલવા અથવા એલિમેન્ટ ઉમેરવાનું કહીને તમારા ફોટા પર કન્ટ્રોલ મેળવી શકો છો - આ બધું તમને ગમતી વિગતોને સાચવીને.
અમારા AI સંબંધિત સિદ્ધાંતો સાથે સુસંગત, આ AI ફોટો જનરેટર જવાબદારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું. અને Gemini અને ઑરિજિનલ માનવ આર્ટવર્ક વડે બનાવેલા વિઝ્યુઅલ વચ્ચે સ્પષ્ટ તફાવત છે તેની ખાતરી કરવા માટે, Gemini અદ્રશ્ય SynthID વૉટરમાર્ક, તેમજ તે AI વડે જનરેટ કરેલા છે તે બતાવવા માટે દૃશ્યમાન વૉટરમાર્કનો ઉપયોગ કરે છે.
Geminiના આઉટપુટ મુખ્યત્વે વપરાશકર્તા દ્વારા આપવામાં આવતા પ્રૉમ્પ્ટ દ્વારા નિર્ધારિત થાય છે અને અન્ય જનરેટિવ AI ટૂલની જેમ, કેટલીક વાર તે એવું કન્ટેન્ટ જનરેટ કરી શકે છે જે અમુક લોકોને વાંધાજનક લાગી શકે છે. અમે થમ્બ્સ અપ/ડાઉન બટન મારફતે તમારો પ્રતિસાદ સાંભળવાનું ચાલુ રાખીશું અને તેના આધારે સતત સુધારા કરતા રહીશું. વધુ વિગતો માટે, તમે અમારી વેબસાઇટ પર અમારા અભિગમ વિશે વાંચી શકો છો.
બસ Gemini ઍપ પર કોઈ ફોટો અપલોડ કરો અને પૂછો કે શું તે Google AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો હતો. આ ચકાસણી SynthID, અમારી ડિજિટલ વૉટરમાર્કિંગ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવે છે. તે હાલમાં ફોટા માટે ઉપલબ્ધ છે, જેમાં ઑડિયો અને વીડિયો સપોર્ટ ટૂંક સમયમાં આવશે.
AI કન્ટેન્ટમાં SynthID વડે અમે કેવી રીતે પારદર્શિતા વધારી રહ્યા છીએ તે વિશે તમે અમારી બ્લૉગ પરની પોસ્ટમાં વધુ જાણી શકો છો.
સુસંગતતા અને ઉપલબ્ધતા અલગ-અલગ હોઈ શકે છે. મર્યાદાઓ લાગુ થાય છે. 18+.