Gemini Deep Research
તમારા વ્યક્તિગત રિસર્ચ આસિસ્ટંટ એવા Deep Research વડે કામના કલાકો બચાવો. હવે Canvasમાં રિસર્ચને માર્ગદર્શન આપવા અને રિપોર્ટને ક્રિયાપ્રતિક્રિયાત્મક કન્ટેન્ટમાં રૂપાંતરિત કરવા માટે તમારી પોતાની ફાઇલો અપલોડ કરવાની ક્ષમતા સાથે.
Deep Research શું છે
Geminiમાં Deep Research નામક એજન્ટિક સુવિધા વડે કોઈપણ ટાસ્કમાં ઝડપ મેળવો, જે તમારા વતી ઑટોમૅટિક રીતે સેંકડો વેબસાઇટ બ્રાઉઝ કરે છે, મેળવેલા પરિણામો વિશે વિચાર કરે છે અને મિનિટોમાં અનેક પેજનો જાણકારીયુક્ત રિપોર્ટ તૈયાર કરે છે.
Geminiના 2.5 મૉડલ સાથે Deep Research રિસર્ચના તમામ તબક્કામાં વધુ સારું છે, પ્લાનિંગથી માંડીને વધુ જાણકારીયુક્ત અને વિગતવાર રિપોર્ટ ડિલિવર કરવા સુધી.
પ્લાન કરું છું
Deep Research તમારા પ્રૉમ્પ્ટને મનગમતા બનાવેલા એકથી વધુ પૉઇન્ટવાળા સંશોધન પ્લાનમાં રૂપાંતરિત કરે છે
શોધું છું
સંબંધિત અને અપ ટૂ ડેટ માહિતી શોધવા માટે Deep Research સ્વતંત્ર રીતે શોધ કરે છે અને વેબ પર ઊંડાણપૂર્વક બ્રાઉઝ કરે છે
તર્ક આપું છું
Deep Research ભેગી કરેલી મહિતી પર ફરી ફરીને તર્ક આપીને પોતાના વિચારો દર્શાવે છે અને આગળનું પગલું ભરતા પહેલા વિચારે છે
રિપોર્ટ કરું છું
Deep Research વધુ વિગતો અને જાણકારીઓ ધરાવતો વ્યાપક કસ્ટમ રિસર્ચ રિપોર્ટ પ્રદાન કરે છે, જે મિનિટોમાં જનરેટ થાય છે, ઑડિયો ઓવરવ્યૂ તરીકે ઉપલબ્ધ છે અને તમારો ઘણો સમય બચાવે છે
Deep Researchનો ઉપયોગ કરવાની રીત
Gemini Deep Research તમારા સંશોધન સંબંધિત જટિલ ટાસ્કને વર્ગીકૃત કરીને, જવાબો શોધવા માટે વેબ પર શોધખોળ કરીને અને શોધનો વ્યાપક પરિણામોમાં સમન્વય કરીને સંશોધન સંબંધિત જટિલ ટાસ્કને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
હવે, તમે તમારી પોતાની ફાઇલોને Deep Research પર અપલોડ કરી શકો છો, અને તેને Canvasમાં ક્રિયાપ્રતિક્રિયાત્મક કન્ટેન્ટ, ક્વિઝ, ઑડિયો ઓવરવ્યૂ અને બીજા ઘણામાં ફેરવીને તમારા રિપોર્ટને વધુ ઇમર્સિવ બનાવી શકો છો.
સ્પર્ધાત્મક વિશ્લેષણ
ઑફરિંગ, કિંમત, માર્કેટિંગ અને ગ્રાહકના પ્રતિસાદ સહિત નવી પ્રોડક્ટ માટે પ્રતિસ્પર્ધીઓનું લૅન્ડસ્કેપ સમજવું.
યોગ્ય કાળજી
સંભવિત સેલ્સ લીડની તપાસ કરવી, કંપનીની પ્રોડક્ટ, ફંડિગનો ઇતિહાસ, ટીમ અને સ્પર્ધાત્મક વાતાવરણનું વિશ્લેષણ કરવું.
વિષયની સમજ કેળવવી
મહત્ત્વની કલ્પનાઓની તુલના અને વિરોધાભાસ મારફતે, વિચારો વચ્ચેના સંબંધો ઓળખીને અને અંતર્ગત સિદ્ધાંતો સમજાવીને વિષયોની ઊંડી સમજ મેળવો.
પ્રોડક્ટની તુલના
સુવિધાઓ, પર્ફોર્મન્સ, કિંમત અને ગ્રાહક દ્વારા અપાયેલા રિવ્યૂના આધારે ઘરેલું ઉપકરણોના અલગ-અલગ મૉડલનું મૂલ્યાંકન કરવું.
આ વધુ એજન્ટિક AI તરફ એક પગલું છે, જે ફક્ત સવાલોના જવાબો આપવા કરતાં વધુ, વ્યવહારિક વિચારશક્તિવાળો અને અમલીકરણની ક્ષમતા ધરાવતો, સાચા અર્થમાં સહયોગી પાર્ટનર બની શકે છે.
કોઈપણ કિંમત વિના આજે જ અજમાવી જુઓ.
તેને કામ કરતા જુઓ
Deep Researchના સિનિયર પ્રોડક્ટ મેનેજર, આરુષ સેલ્વન, પ્રથમ Deep Researchના અનુભવ વિશે વાત કરે છે.
Deep Research ઍક્સેસ કરવાની રીત
કોઈપણ કિંમત વિના આજે જ Deep Research અજમાવી જુઓ
ડેસ્કટૉપ પર
મોબાઇલ પર
150 દેશમાં
45+ ભાષામાં
Google Workspaceના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ
શરૂ કરવા માટે પ્રૉમ્પ્ટ બારમાં ફક્ત Deep Research પસંદ કરો અને Geminiને તમારા માટે રિસર્ચ કરવા દો.
અમે પ્રથમ Deep Research કેવી રીતે બનાવ્યું
ડિસેમ્બર 2024માં Gemini પર Deep Research પ્રોડક્ટ કૅટેગરી શરૂ કર્યાના બીજા દિવસે, અમે પ્રોડક્ટ બનાવનાર ટીમના કેટલાક સભ્યોને ચર્ચા માટે ભેગા કર્યા.
એક એજન્ટિક સિસ્ટમ
Deep Research બનાવવા માટે, અમે એક નવી પ્લાનિંગ સિસ્ટમ વિકસાવી છે, જે Gemini ઍપને જટિલ સમસ્યાઓનો સામનો કરવા સક્ષમ બનાવે છે. Deep Research માટે, અમે Geminiના મૉડલને નીચેની બાબતો માટે સક્ષમ બનાવવા માટે તાલીમ આપી:
સમસ્યાને વિભાજિત કરવી: જ્યારે વપરાશકર્તા દ્વારા કોઈ જટિલ ક્વેરી રજૂ કરવામાં આવે, ત્યારે સિસ્ટમ સૌથી પહેલા વિગતવાર રિસર્ચ પ્લાન બનાવે છે, જેમાં તે સમસ્યાને નાના, મેનેજ કરી શકાય તેવા સબ-ટાસ્કની શ્રેણીમાં વિભાજિત કરે છે. પ્લાન તમારા કન્ટ્રોલમાં હોય છે: Gemini તે તમને રજૂ કરે છે અને તમે તે યોગ્ય જગ્યાએ ફોકસ કરે છે તેની ખાતરી કરવા માટે તેને સુધારી શકો છો.
રિસર્ચ: આ મૉડલ આ પ્લાનના અમલીકરણની દેખરેખ રાખે છે, અને બુદ્ધિપૂર્વક નક્કી કરે છે કે કયા સબ-ટાસ્ક એકસાથે હાથ ધરી શકાય છે અને કયા ક્રમિક રીતે કરવાની જરૂર છે. આ મૉડલ માહિતી મેળવવા અને તેના પર તર્ક કરવા માટે શોધ અને વેબ બ્રાઉઝિંગ જેવા ટૂલનો ઉપયોગ કરી શકે છે. દરેક પગલે પર મૉડલ ઉપલબ્ધ માહિતી પર વિચાર કરીને આગળનું પગલું નક્કી કરે છે. મૉડલે અત્યાર સુધી શું શીખ્યું છે અને આગળ તે શું કરશે તે વપરાશકર્તાઓ ફૉલો કરી શકે તે માટે અમે વિચારસરણીની પૅનલ રજૂ કરી છે.
સિન્થેસીસ: એકવાર મૉડલ એવું નક્કી કરે કે પૂરતી માહિતી મળી ગઈ છે, પછી તે તેને મળેલી જાણકારીઓનું વ્યાપક રિપોર્ટમાં સિન્થેસીસ કરે છે. રિપોર્ટ બનાવતી વખતે Gemini માહિતીનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરે છે, મુખ્ય થીમ અને અસંગતતાઓને ઓળખે છે અને રિપોર્ટને તાર્કિક અને માહિતીપ્રદ રીતે બનાવે છે, તેમજ સ્પષ્ટતા અને વિગત બહેતર બનાવવા માટે સ્વયં-આલોચનાના અનેક પાસ પણ કરે છે.
નવી કૅટેગરી, નવી સમસ્યાઓ, નવા ઉકેલો
Deep Researchના નિર્માણમાં, અમારે ત્રણ નોંધપાત્ર ટેક્નિકલ પડકારોનો સામનો કરવો પડ્યો:
અનેક પગલાંમાં પ્લાનિંગ
રિસર્ચના ટાસ્કમાં ઇટરેટિવ પ્લાનિંગના અનેક પગલાંની જરૂર પડે છે. દરેક પગલે મૉડલે અત્યાર સુધી ભેગી કરેલી તમામ માહિતીને ગાઢ રીતે સમજવી પડે છે, પછી પોતાને જેના વિશે જાણકારી મેળવવી છે તેવી ખૂટતી માહિતી અને વિસંગતતાઓને ઓળખવી પડે છે — આ બધું તે ગણતરી અને વપરાશકર્તાના રાહ જોવાના સમય વચ્ચે વ્યાપકતાનું સંતુલન જાળવી રાખીને કરે છે. ડેટા કાર્યક્ષમ રીતે લાંબા અનેક પગલાંના પ્લાનિંગમાં અસરકારક બનવા માટે મૉડલને તાલીમ આપવાથી, અમે સમગ્ર વિષાયોમાં ઓપન ડોમેન સેટિંગમાં Deep Researchને કાર્યરત બનાવી શક્યા છીએ.
લાંબા સમયથી ચાલતું અનુમાન
Deep Researchના એક સામાન્ય ટાસ્કમાં ઘણી મિનિટો દરમિયાન મૉડલના ઘણા કૉલ શામેલ હોય છે. આ એજન્ટના નિર્માણની પ્રક્રિયા માટે એક પડકાર ઊભો કરે છે: તેને એવી રીતે બનાવવા પડે છે કે કોઈ એક નિષ્ફળ જાય, તો શરૂઆતથી ટાસ્ક ફરી શરૂ ન કરવો પડે.
આના નિરાકરણ માટે અમે અવનવું અસિંક્રોનસ ટાસ્ક મેનેજર વિકસાવ્યું છે જે પ્લાનર અને ટાસ્ક મૉડલ વચ્ચે એક શેર કરેલી સ્થિતિ જાળવી રાખે છે, જે સમગ્ર ટાસ્કને ફરીથી શરૂ કર્યા વિના એક સુગમ એરર રિકવરીની સુવિધા આપે છે. આ સિસ્ટમ ખરેખર અસિંક્રોનસ છે: Deep Research પ્રોજેક્ટ શરૂ કર્યા પછી તમે કોઈ અલગ ઍપનો ઉપયોગ કરી શકો છો અથવા તમારા કમ્પ્યૂટરને સાચે જ બંધ કરી શકો છો અને આગલી વખતે જ્યારે તમે Geminiની મુલાકાત લેશો, ત્યારે તમારું રિસર્ચ પૂર્ણ થયા પછી તમને સૂચના આપવામાં આવશે.
સંદર્ભનું મેનેજમેન્ટ
રિસર્ચના કોઈ સેશન દરમિયાન Gemini કન્ટેન્ટના સેંકડો પેજ પર પ્રક્રિયા કરી શકે છે. સાતત્ય જાળવવા અને ફૉલોઅપ સવાલો ચાલુ કરવા માટે, અમે Geminiની ઉદ્યોગ જગતની અગ્રણી 10 લાખ ટોકનવાળી સંદર્ભ વિન્ડોનો ઉપયોગ કરીએ છીએ જે RAG સેટઅપની પૂરક છે. આનાથી તે ચૅટ સેશન દરમિયાન સિસ્ટમે જે કંઈ શીખ્યું હોય તે બધું અસરકારક રીતે "યાદ" રાખી શકે છે, આમ તમે તેની સાથે જેટલો લાંબો સમય ક્રિયાપ્રતિક્રિયા કરશો, તેટલી વધુ સ્માર્ટ બને છે.
નવા મૉડલ સાથે વિકાસ થઈ રહ્યો છે
જ્યારે Deep Research ડિસેમ્બરમાં લૉન્ચ થયું ત્યારે તે Gemini 1.5 Pro દ્વારા સંચાલિત હતું. Gemini 2.0 Flash Thinking (પ્રાયોગિક)ની રજૂઆત સાથે, અમે આ પ્રોડક્ટની ક્વૉલિટી અને સેવાની કાર્યક્ષમતા બંનેમાં નાટ્યાત્મક સુધારો કરી શક્યા. વિચારશીલ મૉડલ વડે Gemini તેના આગળના પગલાં લેતા પહેલાં તેના અભિગમનો પ્લાન બનાવવામાં વધુ સમય લે છે. આત્મચિંતન અને પ્લાનિંગની આ સહજ લાક્ષણિકતા તેને આ પ્રકારના લાંબા ચાલતા એજન્ટિક ટાસ્ક માટે ઉત્તમ બનાવે છે. અમે હવે જોઈ શકીએ છીએ કે Gemini રિસર્ચના દરેક તબક્કામાં બહેતર કાર્યપ્રદર્શન અને વિગતવાર રિપોર્ટ ડિલિવર કરે છે. સાથે સાથે Flash મૉડલની ગણતરી કરવાની ક્ષમતાએ અમને Deep Researchના ઍક્સેસને વધુને વધુ વપરાશકર્તાઓ સુધી પહોંચાડવાની સુવિધા આપી. અમે સામાન્ય રીતે Flash અને વિચારશીલ મૉડલ વિકસાવવા માટે ખરેખર ઉત્સાહિત છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે Deep Research વધુને વધુ બહેતર બનતું રહેશે.
અને અમારા સૌથી સક્ષમ મૉડલ, Gemini 2.5 સાથે, Deep Research રિસર્ચના તમામ તબક્કામાં વધુ સારું છે, જે વધુ જાણકારીયુક્ત અને વિગતવાર રિપોર્ટ ડિલિવર કરે છે
હવે આગળ શું
અમે સિસ્ટમ બહુમુખી બને તે માટે તેનું નિર્માણ કર્યું છે, જેથી સમય જતાં અમે તે શું બ્રાઉઝ કરી શકે છે તેના પર તમને વધુ કન્ટ્રોલ આપીને તથા તેને ઓપન વેબ સિવાયના સૉર્સ આપીને તેની ક્ષમતાઓમાં વધારો કરી શકીએ.
લોકો Deep Researchનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જોવા માટે અમે ખૂબ ઉત્સાહિત છીએ અને વાસ્તવિક દુનિયાના આ અનુભવો અમને જણાવશે કે અમે Deep Researchનું નિર્માણ અને તેને બહેતર બનાવવાનું કેવી રીતે ચાલુ રાખી શકીએ છીએ. આખરે, અમારું લક્ષ્ય ખરેખર એજન્ટિક અને સાર્વત્રિક રીતે મદદરૂપ AI આસિસ્ટંટ છે.
એજન્ટિક Gemini
Geminiની નવી એજન્ટિવ AI સિસ્ટમ વધુ વ્યાપક પરિણામો માટે સતત તર્કના લૂપમાં સતત શોધવા, બ્રાઉઝ કરવા અને માહિતી વિશે વિચાર કરવા Gemini, Google Search અને વેબ ટેક્નોલોજીની શ્રેષ્ઠ બાબતોને એકસાથે લાવે છે.