Gemini વડે તમારો
વ્યવસાય વિકસાવો
એકલા કામ કરતા સંસ્થાપકોથી લઈને વૈશ્વિક એન્ટરપ્રાઇઝ સુધી, દરેક કદના વ્યવસાયો વધુમાં વધુ કામ કરવા માટે Geminiનો ઉપયોગ કરી રહ્યાં છે.
AI તમારા વ્યવસાયમાં કેવી રીતે મદદ કરી શકે છે તે જુઓ
વ્યવસાયના ડેટા પરથી ડ્રાફ્ટ જનરેટ કરો
AI વડે પ્રોજેક્ટ, ફાઇલ અને ઇમેઇલ પરના તમારા કામને જાણતા હોય એવા દસ્તાવેજો, રિપોર્ટ અને મેસેજ જનરેટ કરો.
શું મહત્ત્વનું છે તે જાણીને દરેક દિવસની શરૂઆત કરો
તમારા માટે શું મહત્ત્વનું છે તેની દરરોજની બ્રીફ મેળવો અને પછી વધારાના કામ Geminiમાં ટાસ્કને સોંપી દો, જેથી તમે સૌથી મહત્ત્વની બાબતો પર ફોકસ કરી શકો.
તમારી બ્રાંડને શ્રેષ્ઠ દેખાવ આપો
દરેક પ્રોડક્ટ લૉન્ચની શરૂઆત બહેતર રીતે થાય એ માટે, સરળ પ્રૉમ્પ્ટનો ઉપયોગ કરીને તમારી બ્રાંડને અનુરૂપ પ્રોડક્ટના ફોટા, ઝુંબેશ માટેની અસેટ, સોશિયલ પોસ્ટ અને ટૂંકા વીડિયો બનાવો.
ડેટાને વ્યાવસાયિક નિર્ણયોમાં ફેરવો
ગણતરીની મિનિટોમાં સ્પષ્ટ ચાર્ટ, ક્રિયાપ્રતિક્રિયાત્મક ડૅશબોર્ડ, પગલાં લઈ શકાય એવી જાણકારીઓ અને અનુમાન મેળવવા માટે તમારી સ્પ્રેડશીટ તથા વ્યવસાયનો ડેટા કનેક્ટ કરો.
ગ્રાહકો ફરી પાછા આવે એવું કરો
Gemini ગ્રાહકોના મેસેજનો સારાંશ આપે છે, તમારી આગવી શૈલીમાં જવાબના ડ્રાફ્ટ તૈયાર કરે છે અને ગ્રાહકોના પ્રતિસાદને તમારા આગામી મોટા આઇડિયામાં ફેરવે છે.
વારંવાર કરવા પડતા ટાસ્કને ઑટોપાયલટ પર મૂકો
તમારી ઍપમાં વારંવાર કરવા પડતા ટાસ્કને ઑટોમેટ કરો અને Geminiને તે બૅકગ્રાઉન્ડમાં પૂરા કરવા દો. તમારા એજન્ટ ડ્રાફ્ટ તૈયાર કરે છે, તેને અપડેટ કરે છે અને તમારી મંજૂરી માટે તેને થોભાવી રાખે છે.
વાસ્તવિક વ્યવસાયો, વાસ્તવિક પરિણામો
શૂન્યમાંથી નાનો વ્યવસાય ઊભો કરવો એ ખૂબ જ સંતોષકારક અનુભવ છે, પરંતુ તેનો અર્થ એ છે કે તમારે એકસાથે અનેક જવાબદારીઓ નિભાવવી પડે છે. ફંડ એકઠું કરવા અને ફાઇનાન્સથી લઈને માર્કેટિંગ અને ડાન્સ શીખવવા સુધી, Gemini મને વ્યવસ્થિત અને કાર્યક્ષમ રહેવામાં મદદ કરે છે, જેનાથી મને સૌથી મહત્ત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ સમય મળે છે.
સ્પર્ધાત્મકતાનું એવું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કે જેના માટે અગાઉ ઘણા બધા અઠવાડિયાઓની મહેનત અને સેંકડો દસ્તાવેજો જોઈતા હતા, તે હવે Gemini Notebookની મદદથી ખૂબ જ ઓછા સમયમાં કરી શકાય છે.
Gemini આપણને તે અનસ્ટ્રક્ચર્ડ ડેટાને એકીકૃત કરવાની મંજૂરી આપે છે, જે આપણા વિવિધ સૉર્સને સિંગલ સૉર્સ ઑફ ટ્રુથમાં રૂપાંતરિત કરે છે. આને કારણે અમારા કર્મચારીઓ મેન્યુઅલ રીતે માહિતી શોધવાને બદલે વધુ મહત્ત્વના કામ પર રીફોકસ કરી શકે છે.
Geminiએ અમારા વર્કફ્લો અને પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં લાવવાની અમારી ગતિમાં ઘણો મોટો ફેરફાર કર્યો છે.
તમારા વ્યવસાયને અનુરૂપ
હોય તે પ્લાન અજમાવો
ઍડમિનના રોજિંદા કામ, રાઇટિંગ અને રિસર્ચને ઝડપી બનાવવા માટે Geminiનો વધુ ઍક્સેસ મેળવો. સાથે જ, 400 GB સ્ટોરેજ.
તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન માટે એકમાં અનેક સુવિધાઓવાળું અપગ્રેડ, જેમાં Geminiનો વધુ ઍક્સેસ, 5 TB સ્ટોરેજ, YouTube Premium Lite1 અને બીજું ઘણું શામેલ છે.
વ્યવસાય-ગ્રેડની સુરક્ષા સાથે Workspace પ્રૉડક્ટિવિટી સ્યૂટ અને Gemini બન્નેનો એકસાથે લાભ મેળવો.
એન્ટરપ્રાઇઝ-લેવલના IT કન્ટ્રોલ સાથે, Microsoft 365 જેવા તમારા હાલના પ્રૉડક્ટિવિટી સ્યૂટમાં Gemini ઉમેરો.
કયો પ્લાન તમારા માટે યોગ્ય છે તેની ખાતરી નથી?
તમારા માટે અનુરૂપ બનાવેલા ઉકેલો વિશે વધુ જાણો.
સવાલો છે? અમારી પાસે જવાબો છે.
જો તમે એકલા જ હો, તો Google AI Pro તમારા વ્યક્તિગત Google એકાઉન્ટ પર તમને ક્રિએટિવ પાર્ટનર અને વ્યવસાયના મદદગાર આપે છે. જો તમે વ્યવસાય માટે ઇમેઇલ ઍડ્રેસ મેળવવા માગતા હો અથવા ટીમ સાથે કામ કરતા હો, તો Google Workspace Geminiને Gmail, Docs, Sheets અને Meetમાં ઉપલબ્ધ કરાવે છે. જો તમે મોટી કંપની હો અથવા તમારી પાસે પહેલેથી જ કોઈ પ્રૉડક્ટિવિટી સ્યૂટ હોય, તો Gemini Enterprise તમને તમારી કંપનીના ટૂલમાં AI એજન્ટનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે.
Yes. If it’s just you, you can use Gemini for free with a Google Account. For teams and organizations, you can start a free trial of Google Workspace or Gemini Enterprise to access more powerful AI features and apps, securely grounded in your business data.
Google Workspace સાથેનું Gemini અને Gemini Enterprise તમારા વ્યવસાયના ડેટાનો ઉપયોગ ક્યારેય તમારી સંસ્થાની બહારના મૉડલને ટ્રેન કરવા માટે કરતા નથી અથવા લોકો દ્વારા તેનો રિવ્યૂ કરવામાં આવતો નથી.
ના. Google AI Pro એ વ્યક્તિગત સબ્સ્ક્રિપ્શન છે. જો તમને વ્યવસાય માટે ઇન્વૉઇસ અથવા કસ્ટમ ઇમેઇલ ડોમેનની જરૂર હોય, તો Google Workspace સાથેનું Gemini અથવા Gemini Enterprise પસંદ કરો.
હા. જેમ જેમ તમારી જરૂરિયાતો બદલાય, તેમ તમે અલગ-અલગ પ્લાન પર જઈ શકો છો—ઉદાહરણ તરીકે, જ્યારે તમે તમારી ટીમના પહેલા સાથીને નોકરીએ રાખો, ત્યારે Google AI Pro પરથી Google Workspace પર સ્વિચ કરી શકો છો.
ચોક્કસ, તેઓ સાથે મળીને વધુ સારી રીતે કામ કરવા માટે જ બનાવવામાં આવ્યા છે. Google Workspace તમારી Gmail, Docs અને Chat જેવી રોજિંદી ટીમવર્કની ઍક્ટિવિટીમાં AIને સીધું જ શામેલ કરે છે, જ્યારે Gemini Enterprise તમારા Workspace અને અન્ય ત્રીજા પક્ષની વ્યાવસાયિક ઍપના ડેટા તથા શોધને એકીકૃત કરે છે, જેથી તમારી ટીમ જટિલ વર્કફ્લોમાં નિયંત્રિત AI એજન્ટ બનાવી શકે અને તેનો ઉપયોગ કરી શકે.
હા. તમે Microsoft 365 સહિત તમારી પસંદગીના કોઈપણ પ્રૉડક્ટિવિટી સ્યૂટનો ઉપયોગ કરી શકો છો. Gemini Enterprise તમારા વ્યવસાયની માહિતી જ્યાં પણ હોય, તેની સાથે સીધું જ કનેક્ટ થાય છે.
સચોટતા માટે જવાબો ચેક કરો. સબ્સ્ક્રિપ્શન, સુસંગત એકાઉન્ટ અને સેટઅપ હોવું જરૂરી છે. સુવિધાઓ તથા ઉપલબ્ધતા તમારા પ્લાન, ભાષા અને દેશ મુજબ અલગ-અલગ હોઈ શકે છે. 18+. Google AI Pro વ્યક્તિગત સબ્સ્ક્રિપ્શન છે, જે Google Oneની સેવાની શરતો દ્વારા સંચાલિત છે અને તે વ્યવસાય માટેના ટેક્સ ઇન્વૉઇસને સપોર્ટ કરતું નથી. Google Workspace અને Gemini Enterpriseમાં, તમારા ડેટાનો ઉપયોગ તમારી સંસ્થાની બહારના મૉડલને ટ્રેન કરવા માટે ક્યારેય કરવામાં આવતો નથી અથવા લોકો દ્વારા તેનો રિવ્યૂ કરવામાં આવતો નથી.
-
1.
YouTube Premium Lite પસંદગીના દેશોમાં Google AI Proના સબ્સ્ક્રાઇબર માટે ઉપલબ્ધ છે – દેશોનું સંપૂર્ણ લિસ્ટ જુઓ. વય મર્યાદાઓ, ભાષાની ઉપલબ્ધતા, સિસ્ટમની જરૂરિયાતો અને અન્ય પ્રતિબંધો લાગુ થઈ શકે છે.
જો તમારી પાસે પહેલેથી જ YouTube Premiumનું વર્તમાન અથવા સમકક્ષ સબ્સ્ક્રિપ્શન હોય, તો આ બંડલમાં શામેલ YouTube Premium Lite પ્લાન ઍક્ટિવ થશે નહીં. વધુ જાણો. શું પહેલેથી જ YouTubeની મેમ્બરશિપ ધરાવો છો? મેમ્બરશિપ મેનેજ કરવા વિશે વધુ જાણો.