Skip to main content

તમારો ઇતિહાસ Gemini પર ટ્રાન્સફર કરો

શું ફરીથી શરૂઆત કરી રહ્યાં હોવાનો અનુભવ કર્યા વિના Gemini અજમાવવા માટે તૈયાર છો? 
તમારી AI ચૅટ અને યાદગીરીઓ તમારી સાથે લાવો.

માત્ર થોડી જ ક્લિકમાં તમારી યાદગીરીઓ મેળવો

કોઈ અન્ય AI ઍપમાંથી તમારી યાદગીરીઓ ટ્રાન્સફર કરવી ખૂબ જ સરળ છે. Gemini તમને તે કરવામાં મદદ કરશે.

તમારી પસંદગીઓ સાચવો

તમારી કસ્ટમ સૂચનાઓ તમારી સાથે લાવો. બસ તમારી પસંદગીઓને Geminiના મેમરી સેટિંગમાં પેસ્ટ કરો અને તમે આગળ વધવા માટે તૈયાર છો.

તમારો ચૅટ ઇતિહાસ ટ્રાન્સફર કરો

અન્ય AI ઍપમાંથી તમારો ડેટા નિકાસ કરો અને Geminiમાં .ZIP ફાઇલ અપલોડ કરો. Gemini તમારા અગાઉના થ્રેડને સુરક્ષિત રીતે ગોઠવશે, જેથી તમે તેના પર આગળ વધી શકો.

તે સરળ છે. તમારો AI ઇતિહાસ તમારી સાથે લાવો.

તમે સૌથી ખાસ વાતચીત ટ્રાન્સફર કરવા માગતા હો કે પછી તમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી વાતચીત શરૂ કરવા માગતા હો, અમે આ પ્રક્રિયાને સરળ બનાવી છે.

તમારા વર્તમાન AIને પૂછો

અમારી દ્વારા સૂચવવામાં આવેલો પ્રૉમ્પ્ટ કૉપિ કરો અને તમારી પસંદગીઓ અને શૈલી મુજબનો સારાંશ જનરેટ કરવા માટે તેને તમારી અન્ય AI ઍપમાં પેસ્ટ કરો.

જવાબ કૉપિ કરો

તે તમારા માટે જે મનગમતો સારાંશ બનાવે છે તેને કૉપિ કરો.

Geminiમાં પેસ્ટ કરો

તમારા Geminiના આયાત સેટિંગ પર જાઓ, ટેક્સ્ટ પેસ્ટ કરો અને એવા AI સાથે ચૅટ કરવાનું શરૂ કરો જે પહેલેથી જાણે છે કે તમે કેવી રીતે કામ કરો છો.

તમારો ડેટા નિકાસ કરો

તમારા વર્તમાન AI પ્રોવાઇડર પાસેથી ડેટાના નિકાસની વિનંતી કરો (તેઓ સામાન્ય રીતે તમને ઝિપ ફાઇલ ઇમેઇલ કરશે).

Gemini પર અપલોડ કરો

તમારા Geminiના સેટિંગમાં "ચૅટ ઇતિહાસ આયાત કરો" વિભાગ પર જાઓ અને તમારી ઝિપ ફાઇલ પસંદ કરો.

તમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી શરૂ કરો

Gemini તમારા અગાઉના થ્રેડ પર સુરક્ષિત રીતે પ્રક્રિયા કરે છે અને તેને યોગ્ય રીતે ગોઠવે છે, જેથી તમે તેને શોધી શકો, તેનો સંદર્ભ લઈ શકો અને તેના પર આગળ વધી શકો.

અને હા… સ્વિચ કરવાનું તદન મફત છે

જ્યારે તમે Geminiનો વધુ લાભ મેળવો, ત્યારે શું ખૂટે છે તે શોધો.

સામાન્ય સવાલો

AI ચૅટ ઇતિહાસ આયાત કરવા માટે, તમારે પહેલા તમારા વર્તમાન AI પ્રદાતા પાસેથી તમારો ડેટા નિકાસ કરવો જરૂરી રહેશે. તમે તમારો ડેટા નિકાસ કરવા માટે સામાન્ય રીતે આ વિકલ્પને તમારી અન્ય ઍપના સેટિંગમાં "ડેટા કન્ટ્રોલ" અથવા "પ્રાઇવસી" હેઠળ શોધી શકો છો. એકવાર તમે તમારી ફાઇલ ડાઉનલોડ કરી લો, પછી તમે તમારો AI ઇતિહાસ તમારી સાથે લાવવા માટે તે ફાઇલને સીધી Geminiમાં અપલોડ કરી શકો છો.

હાલમાં, અમે તમારી ચૅટ ઇતિહાસની આયાત માટે .zip ફાઇલોને સપોર્ટ કરીએ છીએ (5 GB સુધી).

ના, તમે પ્રોજેક્ટ ફાઇલો આયાત કરી શકતા નથી, પરંતુ અમારું ટૂલ તમને .zip ફાઇલ અપલોડ કરીને અન્ય AI પ્રદાતાઓ પાસેથી તમારો સંપૂર્ણ ચૅટ ઇતિહાસ આયાત કરવાની મંજૂરી આપે છે. ત્યાંથી, તમે કોઈપણ ફાઇલ સીધી Geminiમાં અપલોડ કરી શકો છો.

જ્યારે તમે તમારી AI ચૅટનો ઇતિહાસ આયાત કરો છો, ત્યારે તમારી ચૅટની ટેક્સ્ટ Gemini પર ટ્રાન્સફર કરવામાં આવશે. તમારી અગાઉની ઍપમાં જનરેટ કરેલા ફોટા અને ફાઇલો શામેલ કરવામાં આવશે નહીં.

એકવાર આયાત કર્યા પછી, તમારી AI ચૅટ તમારા ડાબા બાજુના મેનૂમાં “ચૅટ” હેઠળ દેખાશે, જેને આયાત કરેલી ચૅટના વિશેષ આઇકન વડે માર્ક કરવામાં આવશે.

  • કોઈ એક ચૅટ ડિલીટ કરવા માટે: તમારા મેનૂમાં ચૅટ શોધો, વધુ આઇકન પર ક્લિક કરો અને ડિલીટ કરો પસંદ કરો.

  • સમગ્ર બૅચ ડિલીટ કરવા માટે: તમે તમારા સેટિંગમાં આયાતની તે ચોક્કસ એન્ટ્રીની બાજુમાં આવેલા ટ્રૅશ આઇકન પર ક્લિક કરીને કોઈ ચોક્કસ .zip ફાઇલમાંથી AIની બધી વાતચીતો ડિલીટ કરી શકો છો.

સુસંગતતા અને ઉપલબ્ધતા અલગ અલગ હોઈ શકે છે. 18+ ઉંમરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. Geminiમાં મનગમતું બનાવવાની સુવિધા ચાલુ કરવી જરૂરી છે.