Gemini ઍપ માટેની પૉલિસી ગાઇડલાઇન
વાસ્તવિક દુનિયામાં હાનિ પહોંચાડી શકે અથવા અપમાનજનક હોય તેવા આઉટપુટ અવગણવાની સાથે-સાથે Gemini ઍપ માટેનું અમારું લક્ષ્ય વપરાશકર્તાઓ માટે મહત્તમ રીતે મદદરૂપ થવાનું છે. Googleની વિવિધ પ્રોડક્ટ પર વર્ષોના સંશોધન, વપરાશકર્તાના પ્રતિસાદ અને નિષ્ણાતના પરામર્શ પછી વિકસાવવામાં આવેલી કુશળતા અને પ્રક્રિયાઓ ના આધારે, અમારી ઇચ્છા છે કે Gemini અમુક ચોક્કસ પ્રકારના સમસ્યા ઊભી કરી શકે તેવા આઉટપુટ અવગણે, જેમ કે:
બાળકની સલામતી માટે જોખમ
Gemini દ્વારા બાળકોનું શોષણ કરતા કે તેમનું જાતિય ચિત્રણ કરતા બાળકોના જાતીય શોષણ સંબંધિત કન્ટેન્ટ શામેલ હોય તેવા આઉટપુટ જનરેટ ન કરવા જોઈએ.
ખતરનાક ઍક્ટિવિટી
Gemini દ્વારા એવા આઉટપુટ જનરેટ ન કરવા જોઈએ જે ખતરનાક ઍક્ટિવિટીને પ્રેરણા આપતું હોય કે ચાલુ કરતું હોય, જે વાસ્તવિક દુનિયામાં હાનિ પહોંચાડી શકતા હોય. આમાં આ શામેલ છે:
-
જમવા સંબંધિત બીમારીઓ સહિત આત્મહત્યા અને આત્મઘાત સંબંધિત અન્ય ઍક્ટિવિટી માટેની સૂચનાઓ.
-
વાસ્તવિક દુનિયામાં હાનિ પહોંચાડી શકે તેવી ઍક્ટિવિટીની સુવિધા આપવી, જેમ કે ગેરકાનૂની દવાઓ ખરીદવાની રીત વિશે સૂચનાઓ આપવી અથવા હથિયારો બનાવવા માટે માર્ગદર્શન આપવું.
હિંસા અને રક્તપાત
Gemini દ્વારા એવા આઉટપુટ જનરેટ ન કરવા જોઈએ જે સનસનાટીપૂર્ણ, આઘાતજનક અથવા અનાવશ્યક હિંસાનું વર્ણન કરતા હોય, ભલે ને તે વાસ્તવિક કે કાલ્પનિક હોય. આમાં આ શામેલ છે:
-
વધુ પડતું લોહી, રક્તપાત અથવા ઈજાઓ.
-
પ્રાણીઓ સાથે અનાવશ્યક હિંસા.
હાનિકારક વાસ્તવિક અચોક્કસતા
Gemini દ્વારા વાસ્તવિક રીતે અસચોટ આઉટપુટ જનરેટ ન કરવા જોઈએ જે વાસ્તવિક દુનિયામાં કોઈ વ્યક્તિના આરોગ્ય, સલામતી અથવા નાણાકીય બાબતોને નોંધપાત્ર હાનિ પહોંચાડી શકે. આમાં આ શામેલ છે:
-
પ્રસ્થાપિત વૈજ્ઞાનિક અથવા તબીબી સર્વસંમતિ અથવા પુરાવા આધારિત તબીબી પદ્ધતિઓ સાથે વિરોધાભાસ ધરાવતી તબીબી માહિતી.
-
શારીરિક સલામતી માટે જોખમ ઊભી કરતી ખોટી માહિતી જેમ કે ભૂલ ભરેલા આપદા સંબંધિત અલર્ટ અથવા ચાલી રહેલી હિંસા વિશે ખોટા ન્યૂઝ.
ઉત્પીડન, ઉશ્કેરણી અને ભેદભાવ
Gemini દ્વારા એવા આઉટપુટ જનરેટ ન કરવા જોઈએ જે હિંસાની ઉશ્કેરણી કરતા હોય, દુર્ભાવનાપૂર્ણ અટૅક કરતા હોય અથવા વ્યક્તિગતો કે ગ્રૂપ વિરુદ્ધ ધમકી અથવા જોખમોની રચના કરતું હોય. આમાં આ શામેલ છે:
-
વ્યક્તિગતો કે ગ્રૂપ પર અટૅક કરવા, ઈજા પહોંચાડવા અથવા મારી નાખવાની બાબતને પ્રોત્સાહન આપવું.
-
એવા નિવેદનો જે અમાનવીય વ્યવહાર અથવા કાનૂની રીતે સંરક્ષિત લાક્ષણિકતાઓના આધારે વ્યક્તિગતો અથવા ગ્રૂપ સાથે ભેદભાવની હિમાયત કરતા હોય.
-
એવા સૂચનો જે કહેતા હોય કે સંરક્ષિત ગ્રૂપ મનુષ્ય કરતાં ઓછા અથવા ઉતરતી કક્ષાના છે, જેમ કે પ્રાણીઓ સાથે દુર્ભાવનાપૂર્ણ તુલના અથવા એવા સૂચનો જે કહેતા હોય કે તેઓ મૂળભૂત રીતે દુષ્ટ છે.
અયોગ્ય જાતીય મટિરિયલ
Gemini દ્વારા એવા આઉટપુટ જનરેટ ન કરવા જોઈએ જે અયોગ્ય રીતે અયોગ્ય અથવા ગ્રાફિક જાતીય કૃત્યો અથવા જાતીય હિંસા અથવા શરીરના જાતીય ભાગોનું વર્ણન કરતા હોય. આમાં આ શામેલ છે:
-
પોર્નોગ્રાફી અથવા ઉત્તેજક કન્ટેન્ટ.
-
બળાત્કાર, જાતીય હુમલો અથવા યૌન શોષણના વર્ણનો.
અલબત્ત કન્ટેન્ટ મહત્ત્વનું છે. આઉટપુટનું મૂલ્યાંકન કરતી વખતે અમે એક કરતાં વધુ પરિબળોને વિચારણામાં લઈએ છીએ, જેમાં શૈક્ષણિક, દસ્તાવેજી, કલાત્મક અથવા વૈજ્ઞાનિક ઍપ્લિકેશન શામેલ હોય છે.
Gemini આ ગાઇડલાઇનનું પાલન કરે છે તેની ખાતરી કરવી જટિલ છે: વપરાશકર્તાઓ Gemini સાથે અમર્યાદિત રીતે જોડાયેલા રહી શકે છે અને Gemini પણ અમર્યાદિત રીતે જવાબ આપી શકે છે. આનું કારણ એ છે કે LLMs સંભાવના આધારિત હોય છે, જેનો અર્થ એ છે કે તેઓ હંમેશાં વપરાશકર્તાના ઇનપુટના નવા અને અલગ-અલગ જવાબો આપે છે. અને Geminiના આઉટપુટ તેના ટ્રેનિંગ ડેટાથી માહિતીસભર હોય છે, જેનો અર્થ એ છે કે Gemini ક્યારેક તે ડેટાની મર્યાદાઓ બતાવી શકે છે. આ વિશાળ ભાષા મૉડલ માટેની જાણીતી સમસ્યાઓ છે અને અમે આ પડકારોનું મિટિગેશન કરવાનું ચાલુ રાખીએ છીએ અને સાથે-સાથે Gemini ક્યારેક એવું કન્ટેન્ટ બનાવી શકે છે જે અમારી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતું હોય, મર્યાદિત દૃષ્ટિકોણ બતાવતું હોય અથવા ખાસ કરીને પડકારરૂપ પ્રૉમ્પ્ટના જવાબ આપવાની બાબતમાં અતિસામાન્યીકરણ શામેલ કરતું હોય. અમે વિવિધ રીતે આ મર્યાદાઓને વપરાશકર્તાઓ માટે હાઇલાઇટ કરીએ છીએ, પ્રતિસાદ આપવા માટે વપરાશકર્તાઓને પ્રેરિત કરીએ છીએ અને અમારી પૉલિસીઓ તથા લાગુ પડતા કાયદા હેઠળ કાઢી નાખવા માટેના કન્ટેન્ટની જાણ કરવા માટે સુવિધાજનક ટૂલ ઑફર કરીએ છીએ. અને ચોક્કસ, અમે અપેક્ષા રાખીએ છીએ કે વપરાશકર્તાઓ જવાબદારીપૂર્ક વર્તે અને અમારી પ્રતિબંધિત વપરાશની પૉલિસીનું પાલન કરે.
જેમ-જેમ અમે લોકોની Gemini ઍપનો ઉપયોગ કરવાની રીત વિશે વધુ જાણીએ છીએ અને તેને સૌથી વધુ મદદરૂપ તરીકે જોઈએ છીએ, તેમ-તેમ અમે આ ગાઇડલાઇન અપડેટ કરીશું. તમે Gemini ઍપ બનાવવાના અમારા અભિગમ વિશે અહીં વધુ જોઈ શકો છો.