Gemini in Chromeને મળો
AI મદદ, સીધા તમારા બ્રાઉઝરમાં.
ઇન્ટેલિજન્સ જે તમારી સાથે કામ કરે છે, તમે જ્યાં છો ત્યાં જ.
તમારા ખુલ્લા ટૅબના આધારે મુખ્ય મુદ્દાઓ જાણો, કલ્પના સ્પષ્ટ કરો અને જવાબો શોધો.
શું તમારે જરૂરી બાબતો ઝડપથી સમજવાની જરૂર છે? Gemini સીધા જ તમારા બ્રાઉઝરમાં લેખો, પેજ અથવા થ્રેડના સંક્ષિપ્ત સારાંશ આપે છે, જેથી તમે મુખ્ય મુદ્દાઓને ઝડપથી સમજી શકો.
તમે જે વાંચી રહ્યા છો તેના વિશે કોઈ સવાલ છે? Geminiને પૂછો. તે તમારા ખુલ્લા ટૅબના સંદર્ભનો ઉપયોગ કરીને સંબંધિત જવાબો અને સ્પષ્ટતાઓ પ્રદાન કરે છે, જેથી તમે ફોકસ કરવાનું ચાલુ રાખી શકો.
સરળ સમજૂતીઓથી આગળ વધો. જ્યારે તમે ગૂંચવણભર્યા વિષયો અથવા નવી કલ્પનાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હો, ત્યારે Geminiને ગૂંચવણભર્યા ભાગોને સ્પષ્ટ કરવાની સાથે મટિરિયલ સાથે ઍક્ટિવ રીતે જોડાવવામાં તમારી મદદ કરવાનું કહો.
પ્રોડક્ટ વિશે રિસર્ચ કરવું હોય કે વિકલ્પો અંગે વિચાર કરવો હોય? Geminiને પેજ પરથી મુખ્ય માહિતી, સ્પષ્ટીકરણો અથવા ફાયદા અને ગેરફાયદા મેળવવા માટે પૂછો, જેથી તમને સ્પષ્ટતા અને સરળતા સાથે જાણીતી પસંદગીઓ કરવામાં મદદ મળે.
શું તમે સામૂહિક રીતે સમસ્યાનું સમાધાન કરવા માગો છો, વિચારોને ઑર્ગેનાઇઝ કરવા માગો છો કે કોઈ વિષયમાં ઊંડા ઉતરવા માગો છો? Gemini Live સાથે સ્વભાવિક રીતે ચૅટ કરો અને મૌખિક જવાબો મેળવો, તે પણ Chromeમાં જ.
બસ તમારા કમ્પ્યૂટર પર જેમ ઉપલબ્ધ હોય છે, તેમ મોબાઇલ પર પણ Gemini તમે જે વાંચી રહ્યાં છો તેના વિશેના સવાલોના જવાબ આપવા માટે ઉપલબ્ધ છે. Android પર તે તમારી સ્ક્રીન પરની કોઈપણ વસ્તુ સાથે કામ કરે છે—જેમાં Chrome શામેલ છે. અને તે ટૂંક સમયમાં iOS પર આવી રહ્યું છે, Chrome ઍપમાં જ Gemini બિલ્ટ-ઇન હશે.
તમારું વેબ, તમારો કન્ટ્રોલ
Gemini in Chrome તમારી સાથે, તમારી શરતો પર કામ કરે છે. જ્યારે તમે પૂછો છો ત્યારે જ તે આસિસ્ટ કરે છે, કન્ટ્રોલ તમારા હાથમાં છે.
જ્યારે તમે તૈયાર હો ત્યારે
Gemini in Chrome ત્યારે જ ઍક્ટિવેટ થાય છે જ્યારે તમે Geminiના આઇકન પર ક્લિક કરીને કે તમે સેટઅપ કરેલા કીબોર્ડ શૉર્ટકટ દ્વારા તેનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો. તે તમારી શરતો પર આસિસ્ટ કરે છે, જ્યારે તમે પૂછો ત્યારે જ આગળ આવે છે.
મદદ મેળવો, તમારી રીતે
Gemini in Chrome વડે તમારી રીતે મદદ મેળવો. તમારો સવાલ સ્વાભાવિક રીતે બોલો અથવા ટાઇપ કરો અને Gemini તમને પેજના કન્ટેન્ટનો ઉપયોગ કરીને કન્ટેન્ટને ઝડપથી સમજવામાં અથવા કંટાળાજનક ટાસ્ક પૂર્ણ કરવામાં મદદ કરે છે.
તમારી ઍક્ટિવિટી સરળતાથી મેનેજ કરો
તમે તમારી ઍક્ટિવિટીને મેનેજ, ડિલીટ અને બંધ કરવા માટે ગમે ત્યારે તમારી Gemini ઍપ ઍક્ટિવિટીને ઍક્સેસ કરી શકો છો.
વેબ, ફરીથી કલ્પના કરેલું.
Gemini in Chrome વડે, તમારા બ્રાઉઝરમાં જ AI મદદ ઉપલબ્ધ હોવાથી ટૅબ સ્વિચ કરવાની જરૂર પડતી નથી, જે તમને તમારા ખુલ્લા ટૅબના સંદર્ભનો ઉપયોગ કરીને કન્ટેન્ટને ઝડપથી સમજવામાં અથવા ટાસ્ક પૂર્ણ કરાવવામાં મદદ કરે છે.
સામાન્ય સવાલો
Gemini in Chrome સુવિધા વડે, તમે તમારા ડેસ્કટૉપ પર મુખ્ય મુદ્દાઓ જાણવા, કલ્પના સ્પષ્ટ કરવા, જવાબો શોધવા અને અન્ય ઘણું બધું સરળતાથી કરવા માટે AI મદદ મેળવી શકો છો. સૌથી સુસંગત જવાબો આપવા માટે, Gemini in Chrome તમારા ખુલ્લા ટૅબના સંદર્ભનો ઉપયોગ કરે છે.
Gemini in Chrome એ ડેસ્કટૉપ પર Chrome બ્રાઉઝરનો એક ભાગ છે અને તે gemini.google.com પર કોઈપણ બ્રાઉઝરમાં Geminiની મુલાકાત લેવા અથવા Chromeમાં ઍડ્રેસ બારમાં @gemini લખીને Gemini વેબ ઍપ સાથે ચૅટ શરૂ કરવા કરતાં અલગ છે. તમે Gemini વેબ ઍપનો ઉપયોગ અન્ય બ્રાઉઝરમાં (અથવા Chromeના કન્ટેન્ટ ભાગમાં) કરી શકો છો, પરંતુ તમે Gemini in Chrome વડે પેજનું કન્ટેન્ટ શેર કરી શકશો નહીં અથવા Live મોડનો ઉપયોગ કરી શકશો નહીં.
તમે Chrome ટૂલબારમાં Gemini આઇકન મારફતે કે Windows કે Mac ડેસ્કટૉપ પર તમે સેટઅપ કરેલા કીબોર્ડ શૉર્ટકટ દ્વારા Gemini in Chrome ઍક્સેસ કરી શકો છો.
તમે Android અને અન્ય ઍપ પર Chromeનો ઉપયોગ કરતી વખતે પાવર બટન દબાવી રાખીને પણ Geminiને ઍક્ટિવેટ કરી શકો છો. અને ટૂંક સમયમાં, iOS પર Gemini in Chrome ઍપમાં બિલ્ટ-ઇન હશે, જેનો ઍક્સેસ Chrome ઑમ્નિબૉક્સ મારફતે મળશે.
Gemini in Chrome યુએસમાં Mac અને Windowsના યોગ્યતા ધરાવતા એવા તમામ વપરાશકર્તાઓ માટે સાર્વજનિક રીતે રિલીઝ થઈ રહ્યું છે કે જેમણે તેમના Chromeની ભાષા અંગ્રેજી પર સેટ કરી છે. અમે ટૂંક સમયમાં આ સુવિધાને વધુ લોકો સુધી પહોંચાડવાની અને વધુ ભાષાઓમાં લાવવાની આશા રાખીએ છીએ.
iOS પર Gemini in Chrome ટૂંક સમયમાં યુએસમાં iPhoneના યોગ્યતા ધરાવતા એવા વપરાશકર્તાઓ માટે આવી રહ્યું છે કે જેમણે તેમના Chromeની ભાષા અંગ્રેજી પર સેટ કરી છે.
જવાબો ચેક કરો. સેટઅપ કરવું જરૂરી છે. સુસંગતતા અને ઉપલબ્ધતા અલગ-અલગ હોઈ શકે છે. 18+