Gemini Omni
બોલો. તે જુઓ. તેને શેર કરો.
Gemini Omni વડે વીડિયો બનાવવાનું વાતચીત કરવા જેટલું સરળ છે. વીડિયો માટે તેને Nano Banana જેવું વિચારો. નવેસરથી શરૂ કરો, તમારી ગૅલરી રિમિક્સ કરો અથવા પહેલેથી બનાવેલું ટેમ્પ્લેટ અજમાવી જુઓ.
હજી સુધી કોઈ પેઇડ પ્લાન લીધો નથી? Gemini Omni અને બીજી ઘણી સુવિધાઓનો ઍક્સેસ અનલૉક કરવા માટે અપગ્રેડ કરો.
કલ્પનાથી ક્લિપ સુધી.
Gemini Omni એ મલ્ટિમૉડલ કન્ટેન્ટ બનાવવા માટે તમારું ક્રિએટિવ પાર્ટનર છે.
શૉટનો આત્મા જાળવી રાખો
બૅકગ્રાઉન્ડ સ્વૉપ કરો, વૉર્ડરોબ બદલો અથવા તમારી વિગતો જાળવી રાખીને શૈલીઓ ટ્રાન્સફર કરો.
ઝટપટ પ્રેરણા
કોઈ સ્પાર્કની રાહ જોશો નહીં. માત્ર એક ટૅપમાં શું શક્ય છે તે જોવા માટે, પસંદ કરેલી શૈલીઓ પર જાઓ.
સરળ રીતે ફેરફાર કરવા
બસ Geminiને જણાવો કે શું ઠીક કરવું છે. ચૅટ વડે પાત્રો સ્વૉપ કરો, લાઇટ ગોઠવો, વીડિયોને સ્થિર કરો અથવા બૅકગ્રાઉન્ડમાં ફેરફાર કરો.
અવતાર શેરિંગ વડે તમારા ખાસ મિત્રોને પણ સાથે લાવો.
સ્ટોરી કહેવા, આઇડિયા શેર કરવા અને એકબીજાને તમારી પોતાની ક્રિએટિવ દુનિયાનો હિસ્સો બનાવવા માટે તમારા કસ્ટમ અવતારને સુરક્ષિત રીતે એકબીજા સાથે સ્વૉપ કરીને મિત્રો સાથે આ સફર શેર કરો.
બનાવો
ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો અને ઍનિમેશન બનાવો જે તમને પહેલાં ક્યારેય ન અનુભવી હોય તેવી રીતે તમારી લાગણીઓને વ્યક્ત કરવાની આઝાદી આપે છે.
શેર કરો
તમારા અવતારનો ઍક્સેસ મિત્રો સાથે સ્વૉપ કરો અને તમારી કલ્પનાની દુનિયામાં મિત્રોને શાનદાર રોલ આપો.
મેનેજ કરો
Decide who can create with your avatar and when they are allowed to use it.
કંઈપણ બનાવો દરેક વસ્તુમાંથી.
તમારા આઇડિયાને મોશનમાં જીવંત બનાવવા માટે ટેક્સ્ટ, ફોટા અને વીડિયોને મિક્સ કરો.
Gemini Omniને નમસ્તે કહો.
અમે સતત અમારા મૉડલને બહેતર બનાવી રહ્યાં છીએ અને તમારી ક્રિએટિવ પ્રક્રિયાને વધુ સરળ અને વધુ સાહજિક બનાવવાની રીતો શોધી રહ્યાં છીએ. Gemini Omni, Gemini ઍપમાં Veoની જગ્યા લેશે. Omni, Geminiની મુખ્ય બુદ્ધિમત્તાને ફોટોમાંથી વીડિયો અને વીડિયોમાંથી વીડિયો AI એડિટિંગ સહિતની અદ્યતન જનરેટિવ મીડિયા ક્ષમતાઓ સાથે જોડે છે. તે વિશ્વને સમજે છે, વિવિધ પ્રકારના મીડિયાને મિશ્રિત કરે છે અને તમને ફેરફાર કરવા પર વધુ કન્ટ્રોલ આપે છે. તમારી AI વીડિયો જનરેશન અને એડિટિંગની તમામ જરૂરિયાતો માટે Omni વડે બનાવો.
.મલ્ટિમૉડલ AI વીડિયો જનરેશન અને એડિટિંગ મૉડલ જે હવે અગાઉના Google Gemini Veo 3.1 મૉડલની જગ્યા લેશે.
Google AIનું સબ્સ્ક્રિપ્શન જરૂરી છે. ટિયર અને ભૌગોલિકતા અનુસાર સુવિધાઓ અલગ અલગ હોય છે. 18+.
સામાન્ય સવાલો
Gemini Omni Flash એવું મૉડલ છે જે તમારી આસપાસની દુનિયાને સમજે છે, જેથી તમે ફોટાને ઍનિમેટ કરી શકો અથવા કોઈપણ ઇનપુટમાંથી વીડિયો બનાવી શકો. Geminiની વિશ્વની સમજ અને મૂળભૂત મલ્ટિમૉડલિટી પર આધારિત Gemini Omni વાસ્તવિક દુનિયા જેવા જ લાગતા આઉટપુટ બનાવે છે અને સહજ વાતચીત વડે પગલાંવાર તેને તમારી જરૂરિયાત મુજબ આકાર આપવા દે છે. તમે માત્ર એક પ્રૉમ્પ્ટ વડે AI વીડિયો એડિટર બની શકો છો.
તમે Gemini Omni વડે શું કરી શકો છો:
-
ટેક્સ્ટ, ફોટા અથવા વીડિયોના કોઈપણ સંયોજનને વીડિયોમાં ફેરવો
-
ફોટોના સંદર્ભમાંથી વીડિયો બનાવો (વધુમાં વધુ 5)
-
વીડિયોમાં સરળતાથી ફેરફાર કરો
-
સ્ટોરીને આગળ વધારવા માટે દૃશ્યોને એક્સટેન્ડ કરો
અમે હંમેશાં અમારા AI ટૂલને વપરાશકર્તાઓ માટે વધુ મદદરૂપ અને ક્રિએટિવ બનાવવાની રીતો શોધતા રહીએ છીએ. Gemini Omni એ અમારું લેટેસ્ટ વીડિયો એડિટિંગ અને જનરેશન મૉડલ છે, જે Gemini ઍપમાં Veoની જગ્યા લેશે.
અમે જોયું છે કે નિર્માતાઓ કેવી રીતે ફોટામાંથી વીડિયો બનાવી રહ્યાં છે અને પોતાની રચનાઓમાં પોતાને ઉમેરી રહ્યાં છે. હવે, અમે AI અવતાર વડે તે પ્રક્રિયાને વધુ સરળ બનાવી રહ્યાં છીએ. અવતાર એ તમારું ડિજિટલ વર્ઝન છે, જે તમને તમારા જેવા દેખાતા અને તમારા જેવા અવાજવાળા વીડિયો સલામત અને સુરક્ષિત રીતે જનરેટ કરવા દે છે.
સૌથી સારી વાત એ છે કે તે સંપૂર્ણપણે વૈકલ્પિક છે અને વીડિયો બનાવવા માટે માત્ર તમે જ તમારા અવતારનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા પોતાના ફોટા અપલોડ કરવાનું ચાલુ રાખી શકો છો અથવા વધારાનું પગલું છોડીને તમારા અવતારનો ઉપયોગ કરી શકો છો. AI અવતાર વિશે અહીં વધુ જાણો.
અમારા AI સંબંધિત સિદ્ધાંતો સાથે સુસંગત, Gemini ઍપમાં જનરેટ કરવામાં આવેલા બધા વીડિયોમાં SynthID શામેલ કરવામાં આવે છે, જે Google AI વડે જનરેટ કરેલા કન્ટેન્ટને ઓળખવા માટેનું અમારું અવ્યક્ત વૉટરમાર્ક છે.
અમે તમને AI કન્ટેન્ટ ઓળખવામાં મદદ કરવા માટે વધુ રીતો પણ આપી રહ્યાં છીએ, જેમાં ફોટાઓ, વીડિયો અને ઑડિયો શામેલ કરવા માટે અમારી ચકાસણીની ક્ષમતાઓને વિસ્તૃત કરવામાં આવી રહી છે. બસ કોઈ ફાઇલ અપલોડ કરો અને પૂછો કે શું તે Google AIનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવી હતી અને Gemini SynthID ચેક કરશે અને જવાબ આપવા માટે તેના પોતાના તર્કનો ઉપયોગ કરશે.